Ae Mua Ne Kejo
Ae Mua Ne Kejo
હો હેત થી ભરેલ હાંડા મારા ઢોળતા ના જળ ખારે
એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
હો હાડે ગૂંથેલું માણહ મારું રોજ મને હંભારે
સરકારી સિપાઈ જાજા મારું કમાળ કોણ ઉઘાડે
હો હૈયા માં બળે વેદના ઓલો દીર દયા ખાતો
મારા પગલે ઉજ્જળ ફળિયા મને મેણાં નો ખવડાવતો
હો એકલો વેઠું વેદનાઓ ના નજારો તારી ભાળે
સીમાડા ઘણા છેટા કમાળ કોણ રે ઉગાડે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
હો વાટ જોઈ જોઈ વેળા કાઢું કોણ હાંભળે હાદ
આભલે મોઢું બતાવે ના ઝાલે મારો હાથ
હો પરણી તને તને લાયો ના વીંખાણી તારી ભાત
ભૂલ કરીને બેઠો રોકાણો વિદેહ વાટ
હો ખેડી લેત ખેતર વગડા તમારે નોતું જાવું છેટા
એક ખોળિયામાં બે જીવ તારી વાટે અમે બેઠા
હો કાળજું કરી કઠણ મેલી હાલ્યો એના હાલે
પીંજરે પુરાણો પીયું તારો હાદ કોણ જાણે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
હો દુબળી ડેલીયે અભાગીઓ થયો મારે ભવ
તું વાળ્યો ના વળ્યો તને શું મૂઆ હું કઉ
હો આવજો એવું કેતી તો કેમ આવ્યા વગર રહું
ભૂલ કરીને ભટકું કયા મોઢે જવાબ દઉં
હો છાની છાની સીમાળે રોતી નો મળ્યો તારો કાગળ
વટે માર્ગુ જો મળે એ નો દેતા તારા વાવડ
હો હૈયાનો હંસલો વલખે આજ મુખડું જોવા માટે
સીમાડા ઘણા છેટા રોકાણો વિદેહ વાટે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
Related Songs